“બેટા કઈ થયું છે?”અચાનક જ દિવ્યાબહેન દ્વારા પૂછતાં પ્રશ્નથી શિવમ ગભરાય ગયો અને તે બગીચામાથી જવા લાગ્યો. “આમ પ્રશ્નોથી મોઢું ફેરવી લઇશ તો પરેશાનીઓ કઈ ખતમ નહીં થઈ જાય. પરેશાનીઓ ખતમ કરવી જ હોય તો તેને કોઈ પોતાનાઑ હોય તેની સાથે તેના વિષે વાત કરી તેનો ઉપાય વિચારવો ખૂબ જરૂરી છે બેટા.” દિવ્યાબહેન. શિવમ આ સાંભળતા જ થંભી જાય છે. તે ફરીને તેના મમ્મી સામે જોવે છે. તેને થાય છે કે કોઈ નહીં તો મમ્મી સાથે તો આ વાત કરવી જ જોઈએ.