64 સમરહિલ - 101

(205)
  • 10.3k
  • 10
  • 5.3k

હિરન પેલેસ તરફ દોડી અને ટીમ-એ શ્ત્સેલિંગ્કાની ગુફાઓ શોધી રહી હતી ત્યારે... તાન્શીના ચહેરા પર પારાવાર તણાવ હતો. મેજરે ઝાડ પર માણસો ચડાવવાની ઉસ્તાદી કરી એ જાણીને એ બરાબર ગિન્નાઈ હતી. ઝુઝાર અને તેની વચ્ચે સિસકારાથી કમ્યુનિકેશન થઈ શકે એટલું અંતર તેમણે રાખ્યું હતું પણ આટલા વિશાળ પરિસરમાં આડેધડ ઊગેલા ઝાડ પર કોઈ માણસ ક્યાં લપાયો છે એ જાણ્યા વગર એ જોખમ ન ખેડાય. મેજરને સંદેશો મળી ગયો હોય તો કેસીની ટીમની કેવી બૂરી વલે થશે તેની કલ્પના માત્રથી જ તાન્શીના હૈયામાં ફફડાટનો ઘાણ પીલાવા લાગ્યો હતો. તેને હર હાલમાં પેલેસ તરફ ધસવું હતું પરંતુ તેને બેકકવરની જવાબદારી પણ સંભાળવાની હતી. શ્ત્સેલિંગ્કા તરફ ગયેલી ટીમ પાછી ફરે ત્યારે તેમને સહી-સલામત બહાર કાઢવાના હતા.