ક્યારેક તો મળીશું - ભાગ ૭

(74)
  • 4.3k
  • 6
  • 2.2k

મૌસમ ઘરે પહોંચી જાય છે. મૌસમને ઉદાસ જોઈ ભારતીબહેન પૂછે છે "શું થયું બેટા?" મૌસમ:- "કંઈ નહિ...મે જોબ છોડી દીધી."ભારતીબહેન:- "કેમ શું થયું? પહેલા જ દિવસે જોબ છોડી દીધી."મૌસમ:- "કોઈ જૂઠું બોલાવડાવીને મને કામ કરાવે અને બોસની સામે એ કામ કરવાનું ક્રેડિટ લે એ મારાથી સહન ન થાય. આજે ઑફિસનો પહેલો દિવસ અને મને અન્યાય થયો. હું સાચું બોલી બોલીને થાકી ગઈ પણ બોસને તો જૂઠી વાત પર જ વિશ્વાસ હતો."ભારતીબહેન:- "તારી ખુશી જોબ છોડવામાં જ છે તો જોબ ન કરવાનો તારો નિર્ણય બરાબર છે. જીંદગી તને પોતાને સાબિત કરવા માટે ઘણાં અવસર આપશે."માહી:- "હા didu બધુ ઠીક થઈ