મંઝીલોને ચૂમવાનું જુનુન ધરાવો છો ?

  • 3.8k
  • 2
  • 791

“મંઝીલ “ એક એવો શબ્દ જે સાંભળતા જ તમે તમારા સ્વપ્નોમાં ખોવાઈ જાઓ કારણકે દરેક વ્યક્તિના જીવનમાં તેને “ક્યાં પહોચવું છે?” તેનું ધૂંધળું દ્રશ્ય તો દેખાતું જ હોય છે. દરેક માટે મંઝીલ એટલે સ્વપ્ન જ તો ! ઘણાની મંઝીલ ઘર હોય છે તો ઘણાની કાર, ઘણાને મનગમતી છોકરીનો સાથ જોઈએ છે તો ઘણાને ધનવર્ષા, પણ અફસોસ મંઝીલ નક્કી કરનારા, અને મંઝીલની ખબર હોય તેવા લોકો ખુબ ઓછા છે. જો કોઈ સ્વપ્ન હોય અને તેને જ પોતાની મંઝીલ બનાવી હોય તો ત્યાં સુધી પહોંચવાનું ઝુનુન હોતું નથી. ઘણા પાસે સ્વપ્ન જોનારી આંખો ન હોય તો ઘણા માત્ર સ્વપ્ન જ જોનારા હોય છે. સ્વપ્નને મંઝીલ સમજે તો તેના માટે જુનુંન જોઈએ અને કઈક કરી છૂટવાની તમન્ના જોઈએ.