શિવમ પોતાના રૂમમાં હોય છે ત્યારે તેને કોઈનો ફોન આવે છે. શિવમને ડર લાગ્યો કે ફરી પાછો ક્યાક વિધિનો ફોન ન હોય. એક તો તે વિધિના લીધે પહેલેથી જ પરેશાન હતો. તેમાં પપ્પા – મમ્મી ક્યારે લગ્નની વાત છેડે તે ડરના લીધે શિવમને ઘરે આવીને પણ ક્યાય મન લાગતું હતું. શિવમે ફોનમાં જોયું તો ફોન રાહીનો હતો. શિવમને મનમાં જ હાશકારો થયો. તેને તરત જ રાહીનો ફોન ઉપાડયો. “ ગૂડ મોર્નિંગ.” રાહી. “ હાઇ. ગૂડ મોર્નિંગ.” શિવમ. “ નોકરી પર