જલેબી એ ફાફડાની વાઈફ નથી..! દરેક વાતે ચોખવટ કરેલી સારી. આજે તો ઘોડિયામાં ઘોરતું છોકરું પણ સવાલ કરે કે, ‘ શું ફેંકાફેંક કરે, જલેબી તે વળી ફાફડાની વાઈફ હોય..? આજની પેઢી સાથે મુકાબલો કરવું અઘરું છે દાદૂ..? ‘સુર્પણખા કોણ, તો દુર્યોધનની બહેન થાય, એમ કહે તો દલીલ પણ નહિ કરવાની. શ્રી રામના જનમનો પુરાવો માંગે તો સુર્પણખાનો છોડે? ટાઈટલ વાંચીને દુકાનદારને પણ એમ કહે કે, “ એક કિલો ફાફડા અંકલ આપો, ને અડધો કિલો જલેબીમાસી આપો..! “ એના કપાળમાં કાંદા ફોડું...! આપણે હસાવવા માટે બોંબ ફોડ્યો હોય કે, “ જલેબી એ ફાફડાની વાઈફ