અનહદ.. (17)

(30)
  • 3.2k
  • 2
  • 1.8k

મંગલમ્ ભગવાન વિષ્ણુ:, મંગલમ્ ગરુણધ્વજ: ,,...... એકતા કપૂર ની કોઈ સીરિયલ હોય તો આવો શ્લોક બેકગ્રાઉન્ડમાં વાગતો હોત, પણ માફ કરજો અહીં પ્રતિલિપિ વાળાઓ એ સુવિધા નથી આપી.. "ચોખા નો કળસ અને આરતીની થાળી લાવ, મારે ગૃહપ્રવેશ કરવો છે." કહેતી હસતી હસતી આશા ઘરમાં ચાલી આવે છે. મિતેશ તો વિચારતો જ રહી ગયો, શું ચાલી રહ્યું છે તેને કશુંજ સમજમાં નથી આવતું, તો પણ આશાની બેગને ઘરમાં લીધી અને દરવાજો બંધ કરી આશા પાસે આવી બેસી ગયો. "મેડમ, હવે જરા કહેશો કે આ બધું શું ચાલી રહ્યું છે.!? આશ્ચર્ય ભર્યા અવાજે તે આશાને પૂછે છે. "કંઈ નહીં, બસ હવે આપણે