64 સમરહિલ - 86

(213)
  • 9.1k
  • 11
  • 5.2k

ચેકપોસ્ટ પર પોતે દાખલ થાય એ પહેલાં હેંગ્સુનને મોકલવા પાછળ કેસીનો વ્યુહ સ્પષ્ટ હતો. તિબેટમાં પ્રવેશતા બહારના લોકો માટે જાતભાતના પરવાના દાખલ કરીને આડકતરી રીતે ચીને તિબેટને અભેદ્ય બનાવી દીધું હતું. હિરનના કાફલાને તિબેટમાં ઘુસાડવો હોય અને ઘુસાડયા પછી દિવસો સુધી સલામત રાખવો હોય તો અગમચેતી માટે દરેક પ્રકારની બનાવટી પરમિટ જોઈએ. કેસીને બનાવટી પરમિટ ઊભી કરવામાં કોઈ મુશ્કેલી ન હતી. પરંતુ નિયમ મુજબ, એક પરમિટ હોલ્ડર પાસે બીજા પ્રકારની પરમિટ ન હોઈ શકે. ઠેકઠેકાણે મૂકાયેલી ચેક પોસ્ટમાં ક્યાં અંગજડતી થાય અને ક્યાં સામાનની ય તલાશી લેવાય એ નક્કી નહિ. એવે વખતે જો બીજી પરમિટ તેમના હાથમાં જઈ ચડે તો બધા એકસાથે ઝડપાઈ જાય.