શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૩

(14)
  • 4.2k
  • 5
  • 1.9k

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૩: વંશ : ટીપ ઓફ આઇસબગૅ...!ઝાંકળ જેવી આ બે પળનો સાગર જેવો હરખ,જળની છે કે મૃગજળની છેશેની છે આ તરસઆ વ્હાલ માં શુ હાલ છેમારે કોઇને કેહવુ નથી,આ પ્રેમ છે બસ પ્રેમ છે,નામ કોઇ પણ દેવુ નથી,સતરંગી રે, મનરંગી રેઅતરંગી રે, નવરંગી મુજ સંગે તારી પ્રીત.રાતના ૩ વાગ્યાનો સમય,ચીર નિંદ્રામાં પોઢેલી જાણે દુનિયા. છઠ્ઠા માળ પર થોડાક દિવસો માટે શિફ્ટ કરેલા પિડિયાટ્રિક્સ વોડૅમાં હુ બેઠો હતો અને મારા મનમાં આ ગીત "કોઇક"ની યાદમાં વારંવાર વાગી રહ્યું હતુ.ચોમાસુ હજી જામ્યુ ન હતું, ઉનાળાની બસ છેલ્લી છેલ્લી રાતો હતી, વોડૅની બારીઓમાંથી સૂસવાટા મારતો ઠંડો પવન આવી રહ્યો હતો