સફળ_લગ્નજીવન_એક_મૃગજળ - ૨

(42)
  • 3.4k
  • 4
  • 1.8k

રાધા તેની દીકરી નીરજા સાથે રહેતી હતી. નીરજા ના લગ્નની વાત માટે રાધાના ભાઈ ઉત્કર્ષ એ એક સરસ છોકરો દેખાડ્યો હતો. પરંતુ નીરજાને લગ્ન જ નહોતા કરવા એટલે તેણે તેની મમ્મી ને મામા ને મનાઈ કરવા કહી દીધું હતું. રાધા રીંગ સાંભળતા જ વિચારોમાં થી બહાર આવી. ફોન ઉપાડ્યો સામે લાઈન પર રાધાનો ભાઈ ઉત્કર્ષ હતો. " ભાઈ નીરજા માનતી જ નથી , ના જ પાડી રહી છે કોઈ પણ છોકરો જોવા માટે " રાધા એ કહ્યું. "રાધા એમ થોડી ચાલે , જિંદગી એકલી કાઢવી કેટલી અઘરી છે તું તો જાણે જ છે ને સમજાવ અને કહે કે બધા લગ્નજીવન