ચીનના પાટનગર બેજિંગમાં બેસતાં ફોરેન ઓફિસરે પહેલાં તો ભારતીય એલચી કચેરી દ્વારા મળેલા સત્તાવાર સંદેશા પર ધ્યાન જ ન્હોતું આપ્યું. તેણે રાબેતા મુજબ ઈન્ટર સ્ટેટ ડિપ્લોમેટિક રજિસ્ટરમાં ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા મળેલા સંદેશાની નોંધ લેવડાવીને સંતોષ માની લીધો. જો આટલું જ થયું હોત તો કેસી, હિરનનો કાફલો પાંચમા દિવસે તો ખચ્ચર પર સવાર થઈને રંગેચંગે લ્હાસા પહોંચી ગયો હોત. પણ આ આખાય કમઠાણની શરૃઆતથી જ સૌનું તકદીર બબ્બે ડગલાં આગળ ચાલતું હતું.