પ્રતિક્ષા - ૩૭

(100)
  • 4.8k
  • 4
  • 1.6k

“મને ખબર છે તમારા મનમાં વિચાર ચાલી રહ્યો છે પણ એક વાયદો કરશો?”રઘુ ફક્ત હકારમાં માથું ધુણાવી રહ્યો.“જ્યાં સુધી રેવા આ પૃથ્વી પર છે એના ઉર્વિલને તકલીફ થાય એવું તમે કંઇજ નહિ કરો!” રેવાની આંખો કોરી હતી છતાં પણ એમાં ભારોભાર વિનવણી હતી. રઘુએ ફક્ત તેનો હાથ જોરથી દાબી છોડી દીધો. અને ડોક્ટર તેને લેબર રૂમમાં લઇ ગયા. *** દેવ અને સ્વાતિ રઘુની સામે જ ઉભા હતા પણ રઘુ બન્નેમાંથી કોઈ સાથે કંઇજ વાત કરવા સમર્થ નહોતો. એકતરફ ત્યાં અંદર રેવા ઠીક હશે કે નહિ તેની ચિંતા હતી અને બીજી તરફ તેના મગજમાં હજુ ઉર્વિલને જોડાયેલો ફોન જ ચાલી રહ્યો