પ્રશાંતનાં હાથમાં તૃષાએ નિલાક્ષીને લખેલો પત્ર હતો. જેમ -જેમ પત્ર વંચાઈ રહેલો તેમ -તેમ પ્રશાંતનાં ચહેરો ઝંખવાતો ચાલ્યો અને અંતે કાળોધબ્ બની ગયો. ડિયર નિલાક્ષી, વર્ષો પછી ખાસ કારણસર પત્ર લખી રહી છું. તું તારાં પરિવાર સાથે કુશળ હોઈશ. તારે ત્યાં આ પત્ર લઈને આવનાર યુવતીને તું ઓળખી ગઈ હોઈશ.