કાશ તેં મને કહ્યું હોત…. - 3

(56)
  • 3.5k
  • 1
  • 2.1k

શીલાનાં ફ્લેટ સુધી માંડ -માંડ પહોંચી શકેલી નિલાક્ષી ફ્લેટનાં દરવાજે તાળું જોઈ હતાશ થઈ ગઈ. થાકેલાં તન-મન સાથે દાદરમાં નજીકમાં બીજા કોના ઘરે જઈ શકાય એમ તે વિચારી રહી. બરાબર એ જ સમયે સામેનાં ફ્લેટનો દરવાજો ખુલ્યો. વરસાદી રેઇનકોટ પહેરીને નીકળેલો તે મજબૂત બાંધાનો ઊંચો -તંદુરસ્ત યુવાન થોડી ક્ષણો નિલાક્ષીનાં બ્લૉઉઝમાંથી દેખાઈ રહેલી અધખુલી ગૌર પીઠ, ખુલ્લાં રેશમી ભીંજાયેલા વાળ અને ઘાટીલી કાયાને પ્રશંસનીય નજરે જોઈ રહ્યો. એને બહાર જવું હતું એથી તેણે દાદર ઉતરવા માટે નિલાક્ષીને સંબોધી....