શેડ્સ ઓફ પિડિયા - લાગણીઓનો દરિયો - ૧

(18)
  • 5.1k
  • 7
  • 2.4k

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૧: "રાધિકા". “તને કયો વિષય સૌથી વધારે ગમે?”એલ.જી. હોસિપટલ ના પિડિયા વોડૅ 3 માં સવારના 11 નો સમય, તારીખ હતી, ૨૦/૫/૨૦૧૮.આ તારીખ અને સમય મને હંમેશા યાદ રહેશે. પિડિયામાં રેસિડન્ટ ડૉકટર તરીકેની સફરની શરૂઆત હતી, અને રાધિકા નામની 12 વષૅની છોકરી સાથેની મારી એ પહેલી મુલાકાત. માથામાં ઝીણા- ઝીણા વાળ, આંતરિક અંગોના સોજાના લીધે ફૂલી ગયેલુ તેનુ પેટ. બિમારીમાં ડૂબેલી તેની આંખો પણ ચાલતી વખતે થતો તેની ઝાંઝરનો રણકાર તેના બચપણની નિદોઁષતાનો સાક્ષી હતો. પણ આ માસૂમતાને જાણે કોઇકની નજર લાગી હતી, રાધિકાને થયેલી વિલસન ડિસીઝ નામની એ બિમારી એ ગરીબ કુટુંબ માટે સમજવી પણ ઘણી