હજારો વર્ષ નીકળી ગયાં. એક વખત એક ગોવાળ ગાયોને ચરાવતાં તે જગ્યા પાસે આવ્યો ત્યારે ચમત્કાર થયો અને ગાયોના આંચળમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી. તે ચમત્કારોથી ગોવાળ આશ્ચર્ય પામ્યો અને ત્યાંના તે વખતના રાજા પાસે દોડી ગયો અને રાજાને વાત કરી. રાજા તરત તે જગ્યાએ દોડી આવ્યો. રાજા પણ તે ર્દશ્ય જોઇને આચરજ પામી ગયો અને પછી પોતાના સિપાઇઓને તે જગ્યા પર સંશોધન કરવાનું કહ્યું અને ત્યારે શોધ કરતાં તે શિવના બળદ સ્વરૂપનું કપાયેલું શિંગ મળી આવ્યું અને તે મળી આવેલ શિંગની સ્થાપના કરી. રાજાએ ભગવાન શિવના ભવ્ય મંદિરની સ્થાપના કરી, તે પશુપતિનાથનું મંદિર.