64 સમરહિલ - 80

(230)
  • 8.9k
  • 11
  • 5.6k

આકાશમાંથી વરસાદની ધાર સાથે કાળુમેંશ અંધારું વરસી રહ્યું હતું. માથા પર ગાજતા ગોળીઓના સનકારા તોતિંગ ખડક સાથે અથડાઈને ચોમેર ઝીણી કરચો અને મોટા ગચ્ચાઓ ઉડાડતા જતા હતા. સામા છેડેથી ચંદ સેકન્ડનું મૌન પથરાયું એટલે કેપ્ટન ઉલ્હાસના કેળવાયેલા દિમાગે પોતે આક્રમણની સ્થિતિમાં હોવાનો અંદાજ માંડી દીધો હતો. તેના તાલીમબધ્ધ કમાન્ડોને વ્યુહ રચવા માટે આદેશની ય જરૃર ન હતી. ઉલ્હાસે ત્રણ અલગ અલગ દિશાએ મોરચો બાંધીને ગોળીઓ છોડવા માંડી પણ હવે તેને સામા છેડેથી ફાયર થાય તેની પ્રતિક્ષા હતી. કારણ કે તો જ એ દિશા નક્કી કરી શકે તેમ હતો.