64 સમરહિલ - 79

(201)
  • 7.4k
  • 12
  • 5k

ભેંકાર અંધારામાં તરાપાઓ સ્પષ્ટ ભળાવાનો સવાલ ન હતો. નાઈટવિઝન બાયનોક્યુલરને ય નદીના તોફાની વહેણ અને તીવ્ર વળાંકની મર્યાદા અધકચરા બનાવી દેતી હતી. તરાપામાં ભાગી રહેલો કાફલો બધી રીતે ચડિયાતી સ્થિતિમાં હતો. તેઓ આ વિસ્તારની ભૂગોળથી માહિતગાર હતા. વળી, કેપ્ટને ભાગી રહેલા લોકો વચ્ચે રહેલા પોલિસ અફસરને બચાવવાનો હતો એટલે આડેધડ ફાયર કરવાની સ્થિતિમાં એ ન હતો. જ્યારે તરાપાવાળા લોકો તો મરણિયા બન્યા હતા. એ તો ગમે તેમ અને ગમે તેવો વાર કરી જ શકે એ કેપ્ટને કાંઠાની હાલત પરથી પારખી લીધું હતું. વળી, એ લોકો એન્જિનના અવાજને લીધે ડિંગીનું સ્થાન પણ આબાદ પારખી શકે તેમ હતા.