64 સમરહિલ - 77

(164)
  • 7.5k
  • 11
  • 3.8k

જંગલમાંથી ધસી આવેલો કેપ્ટન ઉલ્હાસ રેડ્ડી હવે જરાય ચૂક કરવાના મૂડમાં ન હતો. સરુના અડાબીડ જંગલમાં તેણે પગ મૂક્યો એ જ ઘડીએ થયેલા બિહામણા, ભેદી ધડાકાએ તેને ચોંકાવી દીધો હતો. કાંઠા પર મોરચો માંડવા મોકલેલી ટીમને તેણે વાયરલેસ જોડયો પણ વળતો કશો જવાબ આવ્યો નહિ એટલે તે સ્થિતિ પામી ગયો. આટલે દૂર સુધી સંભળાયેલો એ ધડાકો મોર્ટારનો હોય કે પછી... તેણે પોતાના કમાન્ડોના એક કાફલાને બખોલ તરફ પાછો મોકલ્યો. તેમણે નદીના રસ્તે આવવાનું હતું અને પોતે જંગલ તરફથી જતા કાફલાની આગેવાની લીધી.