64 સમરહિલ - 73

(212)
  • 7.9k
  • 12
  • 5.7k

રાઘવે કઈ રીતે પીછો કરાવ્યો એ સમજવા માટે કેટલોક ફ્લેશબેક: જબલપુર પહોંચતા સુધીમાં આખા રસ્તે તેણે જાતભાતની વાતો કરીને હિરનને પલોટવાની, તેનો વિશ્વાસ જીતવાની કોશિષ કરી હતી પણ એ સાલી સ્હેજે ય મચક આપતી ન હતી. 'અહીં હવે તારે મને એકલો છોડવો પડશે...' જબલપુર કેન્ટ રોડ તરફ એનફિલ્ડ વાળવાનું કહીને તેણે ઉમેર્યું એ સાથે હિરને ડોકું ધૂણાવી દીધું હતું. 'નો વે...' તેણે જરાય દાદ આપ્યા વિના ચોખ્ખું જ સંભળાવી દીધું હતું, 'આઈ કાન્ટ ટ્રસ્ટ યુ. બાથરુમ-સંડાસ જવા સિવાય ક્યાંય તું એકલો જવાનો નથી...'