હું મારી શોધમાં...

(24)
  • 3.1k
  • 5
  • 917

આજ હું મારી જાત પર ખૂબજ મહેરબાન છું, નથી ખબર કેમ??? પણ ઘણા સમયે મને મારી જાતને મળવાનું મન થયું. આમ તો હું મારી જાતને રોજ સવારે બે મિનિટ પણ મળી જ લઉં છું પણ આજે આખો દિવસ મારે મારી સાથે વિતાવવાનું મન થયું. એથી ખભે ઝોલો ભેરવી નીકળી પડી છું. ઝોલા માં શું લીધું એમ?? થોડી ખુશી, થોડે ગમ બીજું શું??? હમણાં હમણાં જાણે કે હું મને ભૂલી ગઈ છું . આજે સવારથી જ મન પ્રફુલ્લિત હતું. થયું તેલ લેવા ગઈ દુનિયા હું તો આ ચાલી. કયાં? એ ખબર નથી પણ કશે તો જવું જ છે. અને થોડા દિવસો