વાર્તા :- " એક તરફી પ્રેમ "ભાગ :- 3અહીં હીરો તો હજુ તેના સ્વપ્નમાં, તેના વિચારોમાં હતો, અને ત્યાં બીજી તરફ ખૂબ જ ઝડપથી પરિસ્થિતિઓ બદલાઈ રહી હતી., હીરોને હજી કાઇ સમજમાં નહોતુ આવતું, એનું મન વ્યાકુળ થઇ રહ્યું હતું, એણે આવી પરિસ્થિતિની ક્યારેય કલ્પના પણ નહોતી કરી, તે એ છોકરી ને કઇક સમજાવવા માંગતો હતો, પણ એની પાસે તે છોકરીની નજીક જવાનો કે વાત કરવાનો કોઇ ઉપાય નહોતો, તે છોકરીનો પરિવાર મધ્યમવર્ગી, અને અતિ રુઢીચુસ્ત હતો, એટલે તેની પાસે મોબાઈલ હોવો શક્ય જ નહોતું.,અને પછી એક દિવસ તેના ઘરે પણ કંકોત્રી આવી