હું રાહી તું રાહ મારી.. - 12

(59)
  • 3.8k
  • 3k

શિવમ રાહીને પોતાના પિતાની ડાયરીમાં લખેલું સત્ય કહી રહ્યો હતો. “ તે રાત્રે જે મે તે ડાયરીમાં લખ્યું હતું તે વાંચ્યું તો મારા આંખે અંધારા આવવા લાગ્યા. શું કરું શું નહીં તેની કઈ જ ખબર નહોતી પડતી. થોડી જ વારમાં જાણે પૂરો પરિવાર હોવા છતાં હું એકલો થઈ ગયો તેવું મને લાગવા લાગ્યું. મારી આંખોમાથી અશ્રુધારા વહી રહી હતી. ત્યાં મમ્મી – પપ્પાના આવવાનો અવાજ સંભળાયો. હું ફટાફટ આંખ સાફ કરી મારી જાતને સંભાળી પહેલા ડાયરીને કબાટમાં મૂકી. ત્યાં જ મમ્મી-પપ્પા આવી ગયા. “ શિવમ તું અત્યારે અહી?” ચેતનભાઈ.( શિવમના