64 સમરહિલ - 70

(210)
  • 8.6k
  • 16
  • 5.7k

હજુ એક અઠવાડિયા પહેલાં શોમાબજારના અફીણના પાટલા પર એ હિસાબ લઈ રહ્યો હતો. એ સાંજે તેણે કટ્ટા તરીકે ઓળખાતા દેશી તમંચાના એક ઓર્ડર માટે ડીલ કરવા જવાનું હતું. એ વખતે તેનો એક ખાંખતિયો આદમી બાતમી લઈને આવ્યો હતો. બજારમાં એક છોકરી ફરતી હતી અને જ્યાં-ત્યાં તિબેટિયન વેપારીની પૂછપરછ કરી રહી હતી! બદનામ શોમાબજારમાં એકલદોકલ ફરતી છોકરી પોતે જ તાજુબીનું પહેલું કારણ ગણાય. એમાં ય એ તિબેટિયનની જ પૂછપરછ કરે એ તો...