64 સમરહિલ - 68

(232)
  • 7.8k
  • 10
  • 5.8k

'મને બરાબર ખબર છે કે ત્રણ દિવસની ટ્રેનિંગમાં સીધા જ તમને ફ્રી ફોલ અને સેલ્ફ અરેસ્ટ શીખવવા એ ખતરનાક ચાળો છે...' ખડકની ચટ્ટાન પર અણિયાળા ક્રેમ્પોન અથડાવીને 'ખડિંગ... ખડિંગ' અવાજ કરતાં તેણે કહ્યું. વહેલી સવારથી વરસાદ ચાલુ થઈ ગયો હતો. આકાશમાં જામેલો વાદળોનો ઘટાટોપ જોઈને આજે ટ્રેનિંગ કેન્સલ જ થશે એવી ખાતરી સાથે ઝુઝારે રમની બાટલી ખોલી હતી પણ એ જ ઘડીએ કારમી વ્હિસલ વાગી હતી અને મનોમન ગાળો બબડતા દોડાદોડ સૌ ઓવારે પહોંચ્યા હતા.