પડકાર

(20)
  • 2.6k
  • 4
  • 784

પડકારરોમે રોમમાં મગરુબી ભરી, કિનારે જોશબંધ ટકરાઈને વિખરાઈ જતાં મોજાં આજ વધારે જોશીલાં લાગ્યાં. દરિયાકિનારાની ભેખડોને રૂઆબભેર પડકારતાં એ મોજાંઓ બુંદ બુંદ બની હવામાં ઊછળતાં, હવા સાથે વાતો કરતા અને ફીણ ફીણ થઈને છંટાઈ જતાં. દૂર દૂર સુધી ફેલાયેલી હારબંધ ભેખડો જાણે યુગોથી આ રીતે જ માથા પર થન થન નાચતા મોજાંનો માર સહન કરીને રૂંવે રૂંવે ઘવાઈ ગઈ હોય એમ સાવ ખડબચડી થઈ ગયેલી. જ્યાં લગી નજર પહોંચતી ત્યાં સુધી આતીશી આંખો કાઢતો અરબસાગર કોઈ ભૂવાની માફક ધૂણતો લાગે. ઉગામણી દિશાથી વીંજાતો શીળો વાયરો