એકાએક તેમણે દુર દેખાતી ભેખડ તરફ વીજળી ફેકી. ત્યાં એક વિશાળ ઝાડ સાથે એ વીજળી સ્ટ્રાઈક થઇ અને ઝાડને સળગાવી જમીનમાં ઉતરી ગઈ. “જાણે છે સોમર એ ઝાડ મેં કેમ સળગાવી નાખ્યું?” ગોપીનાથે સોમર અંકલ તરફ જોયું. તેમના વૃદ્ધ ચહેરા ઉપર કોઈ ભાવ ન દેખાયા. સોમર અંકલ એની સામે જોઈ રહ્યા, કેમકે તેઓ ગોપીનાથના સવાલનો જવાબ જાણતા ન હતા - પણ હું જાણતો હતો. એ ઝાડને હું જાણતો હતો. “તને ખબર નહિ હોય સોમર,” ગોપીનાથ બરાડ્યા, “દગો કોને કહેવાય એ તારે જાણવું છે? તો સાંભળ એ ભેખડ પર એ ઝાડ નીચે જયારે અશ્વાર્થે લેખાની પીઠમાં ખંજર ભોક્યું એ દગો હતો.