લેખાએ ભેડાઘાટ પર જઈ બગી રોકી. એના પિતા અશ્વાર્થમાં હજુ ઘણી જાન હતી. એ કબીલાનો સરદાર હતો. મુખિયા હતો - એ ઉપાધી એને આમ જ મળી ગઈ નહોતી. ઘાયલ શરીર, કલાકોના ભૂખ તરસ અને થાક પણ એને માત કરી શક્યા ન હતા. પિતા પુત્રીએ સત્યજીતના શબને બગીમાથી નીચે ઉતાર્યું. બગી પર લટકતી લાલટેનમાં અજવાળામાં અશ્વાર્થે લેખાને બગીમાથી એક લાકડાનું બોક્ષ નીકાળતા જોઈ. એ બોક્ષ એના માટે અજાણ્યું ન હતું. એણે એ બોક્ષ વરસો પહેલા એના પુર્વોજો પાસેથી મેળવ્યું હતું અને એને એમાં જે રહસ્યો હતા તે પુસ્તકને લીલા પહાડ પરની મીસાચી ગુફામાં છુપાવી નાખ્યું હતું. મીસાચી ગુફા શોધી ત્યાં જવાની