સ્વસ્તિક (પ્રકરણ 37)

(151)
  • 4.4k
  • 1
  • 1.9k

એક પળમાં તો કન્ટોનમેન્ટ ઘોડાઓની હુકના અવાજથી ભરાઈ ગયો. કેમ્પ ફાયરથી થોડેક દુર પ્લેન્કીન અટક્યો, એક સેવકે દોડીને પડદો હટાવ્યો, અને ફાઈન સિલ્ક ધોતી સાથેનો પગ પ્લેન્કીન બહાર આવ્યો. અને બીજી પળે હળવે રહી રાજકુમાર ઉતરતા દેખાયો. માત્ર નાચગાનમાં જોડાયેલી ઓરતો જ નહિ પણ જે બે ચાર ગોરી મેડ્મો કેમ્પ ફાયરમાં દારૂનો જલશો માણી રહી હતી એમની નજર પણ એ તરફ ફેરવાઈ ગઈ. ફાઈન સિલ્ક લાલ ધોતી અને એવા જ સિલ્કી ઉપવસ્ત્રમા સજ્જ, ગળામાં રુદ્રાક્ષની માળા સાથે સોનાની પાતળી શેર અને ખુલ્લી હવામાં ફરફરતા લાંબા વાળ, છ ફૂટના પુરા કદ અને ફાકડી મૂછો સાથે જાણે કોઈ દેવતા સ્વર્ગથી ઉતરી આવ્યો