મન મોહના - ૧૪

(154)
  • 3.8k
  • 8
  • 2k

મન લાઇબ્રેરીના કંપાઉન્ડ સુંધી જોઈ આવ્યો હતો. એણે મોહનાની ગાડી ના જોતા માની લીધું હતું કે મોહના ચાલી ગઈ હશે. મન ઘરે આવ્યો હતો. એના મનમાં એક જ વિચાર ચાલતો હતો, મોહના આમ અચાનક ચાલી કેમ ગઈ? એને કોઈ વાતે ખોટું લાગી ગયું હશે? માંડ માંડ આજે એણે મોહના સાથે સરસ રીતે વાત કરી હતી ત્યારે આજે જ આવું થવાનું હતું. એને નિમેશ ઉપર ગુસ્સો આવી રહયો હતો. આજે એના લીધે જ બનતા બનતા સરસ મજાનો પ્લાન ભાંગી પડ્યો હતો...સાંજ સુધી મન ઉદાસ જ રહ્યો હતો. સાંજે ભરતનો મેસેજ આવ્યો ત્યારે એણે મેસેજમાં જ નિમેશને લીધે મોહના ચાલી ગઈ એ