64 સમરહિલ - 65

(267)
  • 10.7k
  • 9
  • 6k

એ પછી કેટલીક ફરજિયાત વિધિઓ થઈ હતી. સૌના ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા. ચહેરા પર તલ, મસા કે ઈજાના નિશાન હોય તો તેની નોંધ કરવામાં આવી હતી. કેસી બીજા લૂંગીધારીઓને ગોળ કુંડાળામાં ઊભા રાખીને કશુંક કહી રહ્યો હતો અને સૌ અદબભેર તેને સાંભળી રહ્યા હતા. 'આદમી છે ફાંકડો...' ઝુઝારે રાઘવની સ્હેજ નજીક સરકીને ધીમા અવાજે કહ્યું. 'હમ્મ્મ્...' રાઘવે હિપ પોકેટમાંથી ગન, કાંડા પરથી ઘડીયાળ વગેરે ઉતારતા ક્હ્યું, '...પણ હિરને તેનો સંપર્ક કઈ રીતે કર્યો એ ન સમજાયું...'