પ્રેમકુંજ - (ભાગ-૩૨)

(63)
  • 3.5k
  • 6
  • 1.7k

આજ કુંજને અંદરથી પીડા થતી હતી અને બહારથી ખુશી કેમકે એકબાજુ રિયા મળવાની તેને ખુશી હતી.અને એકબાજુ તેને એક વેશ્યા બનાવી દીધી એનું દુઃખ પણ હતું.********રિયા મને દૂરથી જોશે તો તે દોડતી દોડતી મારી પાસે આવશે.મને કહેશે મને ખબર હતી.કુંજ તું એક દિવસ તો મારી પાસે મને શોધતો શોધતો તું આવીશ જ.હું ઘણા સમયથી તારી રાહ જોઈ રહી હતી.દિવસ રાત તને યાદ કરી રહી હતી.તારા વિના હું રહી શક્તિ ન હતી.તું આવ કે,ના આવ,હું તારી રાહ જોઈશ,ખળ ખળ વહેતા ઝરણાની સાક્ષીએ દૂનિયાને ભૂલીને,મારા અસ્તિત્વ ને તારા વગરના ઘનઘોર એકાંત વચ્ચે સ્થગિત કરી નાખ્યું છે.ચાર દિવાલો અંદર ઉઠતા ચિત્કારો,આર્તનાદો,ને વિશ્વાસ છે.તું