સાંજના સમયે શિવમ તૈયાર થઈને રાહીની ઓફિસ પર જાય છે. “ હું આવી શકું મેડમ?” શિવમ. “ ઓહ .. શિવમ તું? આવ ...આવ.” રાહી. “ તો તારી પોતાની ઓફિસ છે એમ ને?” શિવમ. “ હા મારી પોતાની જ...” રાહી. “ ખૂબ સરસ..બિસનેસવુમન...ગમ્યું મને.” શિવમ. “ મારુ સપનું છે આ..” રાહી. “ સારી વાત છે..દરેક છોકરીએ પગભર બનવું જોઇયે...ચોક્કસ જ..જેથી જ્યારે તે એક સ્ત્રી બને ત્યારે તે તેના પરિવારને આર્થિક