ધરતીનું ઋણ - 10 - 4

(64)
  • 3.1k
  • 5
  • 1.3k

નેવીની બોટ પર થોડીવાર ધુમ્મસ છવાયેલું હતું. બોમ્બ ફૂટતાં બોટ પર વાતાવરણમાં નાઇટ્રસ ગેસ પેદા થતાં. બોટ પર રહેલ સૌ બેભાન થઇ ગયા હતા. વાતાવરણ ચોખ્ખું થયા બાદ કદમ, પ્રલય, આદિત્ય અને આનંદ નેવીની બોટ પાસે આવ્યા અને બોટનો કઠોળો પકડીને ઉપર ચડી ગયા. ‘અરે...જુવો તો ખરા બધા મરી ગયા છે...’ આનંદ શર્માએ પૂછ્યું, ‘ના આનંદ...તેઓ ફક્ત બેભાન થયા છે. મારી સિગારેટની અંદર માઇક્રો બોમ્બ હતો. જે ફૂટતાંની સાથે જ વાતાવરણમાં નાઇટ્રસ ગેસ પેદા થયો અને તેની અસરથી આ સૌ બેભાન થઇ ગયા છે...જોયું ને મારી સિગારેટનો કમાલ,’ કદમે કહ્યું.