ધરતીનું ઋણ - 10 - 3

(33)
  • 2.1k
  • 1
  • 939

ઘનઘોર રાત્રીનો અંધકાર છવાયેલો હતો. મોસમનો મિજાજ બદલાયેલો લાગતો હતો. આકાશ કાળાં વાદળોથી ઘેરાયેલું હતું. થોડી થોડી વારે આકાશમાં એક દિશાથી બીજી દિશા તરફ વીજળીના લિસોટા થતા હતા. ઘુઉઉઉ...બાવળની ઝાડીઓને ચીરતો સુસવાટાભર્યો પવન વાઇ રહ્યો હતો. થોડી થોડી વારે ચારે દિશામાંથી શિયાળોની લાળીઓના ચિત્કારના અવાજો આવતા હતા. કદમ, પ્રલય, આદિત્ય અને આનંદ શર્મા ઘનઘોર જંગલમાં આગળ વધી રહ્યા હતા. રાત્રીના ભયાનક વાતાવરણની તેઓના ચહેરા પર કોઇ જ અસર જણાતી ન હતી.