ધરતીનું ઋણ - 9 - 4

(35)
  • 3.5k
  • 7
  • 1.3k

પાચંમી મંજિલનું ર્દશ્ય જોવા જેવું હતું. ગંજી અને ચડ્ડી પહેરેલ ઈ. આફ્રિદી લોબીમાં વચ્ચે બે પગ બે હાથના સહારે ચોપગો બનીને ઊભો હતો. બધા પોલીસવાળા લોબીની ફરેત લાઈનસર હાથ ઊંચા રાખીને ઊભા હતા. કદમ સૌની રાયફલો લિફટમાં મુકાવ્યા પછી લિફટને 21મી મંજિલ પર ધકેલી દીધી હતી. ઈ. આફ્રિદીનો ચહેરો રોષ અને દહેશતથી ચકળ-વકળ થતો હતો. પોલીસ બેડામાં તે ખતરનાક ઈન્સ્પેક્ટર લેખાતો, પોલીસ સ્ટાફમાં તેની ધાક હતી. સૌ તેનાથી બીને ચાલતા તે ઈ. આફ્રિદી આજ તેમના જ પોલીસવાળાઓની સામે ચડ્ડી, ગંજીમાં ચોપગો જાનવરની જેમ ઊભો હતો.