પ્રકરણ : 12 પ્રેમ અંગાર તત્વથી જ તત્વ જ્ઞાન છે. દેશ અને વિશ્વમાં અનેક તત્વજ્ઞાની થઈ ગયા. તર્કશાસ્ત્ર-તત્વશાસ્ત્ર પર ઘણું લખાયું છે તર્કથી નવો વિચાર, નવા વિચારથી નવી શોધ... કંઇ પણ થવા પાછળ કોઈ ચોક્કસ કારણ હોય જ છે. કોઈ “કારણ” વિના કોઈ ઘટના ઘટતી જ નથી. પરિવર્તન એ નિયમ છે. પ્રકૃતિનાં સિધ્ધાંતો એક ચોક્કસ વ્યવસ્થા તંત્ર છે જે એના નિયમ પ્રમાણે નિરંતર ચાલ્યા જ કરે છે એ ક્યારેય રોકાતું નથી. આ સૃષ્ટિની ઉત્પત્તિ એ પંચતત્વનું કારણ છે પંચતત્વ આ બ્રહ્માંડનું કારણ છે. ઇશ્વરે નિર્માણ કરેલા સત્ય છે એ ક્યારેય નિવારી ના શકાય એક સતત ચાલતી ક્રિયાશીલતા