64 સમરહિલ - 54

(208)
  • 8.4k
  • 12
  • 6.3k

દુબળી કેમ ચિત્કારી રહ્યો હતો? તેની સાથેની છોકરી કોણ હતી? એ જોતાં પહેલાં કેટલોક ફ્લેશબેક. મૂર્તિ ઊઠાવવા માટે છપ્પન છૂટો પડયો એ સાથે ટેમ્પો ટ્રેવેલરે જુદી જ દિશા પકડી હતી. નેટ કર્ટનને લીધે સ્પષ્ટ ખ્યાલ આવતો ન હતો, પરંતુ ટ્રાફિકની પેટર્ન ધીમે ધીમે બદલાઈ રહી હતી. બાઈક્સ હવે ઓછા દેખાતાં હતાં અને આસપાસમાં ફોર વ્હિલર્સ તેમજ હેવી ટ્રક પૂરપાટ વેગે નીકળતા હતા. રાઘવનો અંદાજ સાચો હતો, તેઓ વારંગલ શહેરના રિંગ રોડ પરથી પસાર થઈને હવે નરસમપેટ તરફ વળી રહ્યા હતા. રસ્તાની ડાબી તરફ છૂટાછવાયા બંગલા દેખાતા હતા. છેવટે, સડકથી ખાસ્સા દોઢસો મીટર દૂરના એક બંગલા તરફ ગાડી વળી હતી.