64 સમરહિલ - 53

(226)
  • 8.1k
  • 11
  • 5.6k

'એ મૂર્તિ શંકરાચાર્યના દેહત્યાગ પછી શૃંગેરી મઠના કબજામાં હતી...' તેણે હોઠ લૂછીને વાત આગળ વધારી, 'માત્ર આ જ મૂર્તિ નહિ, એવી અનેક મૂર્તિઓ બાકી હતી જે શંકરાચાર્યની હયાતિમાં ક્યાંક છૂપાવવાની બાકી હતી. શંકરાચાર્યના અવસાન પછી શૃંગેરી મઠ સંભાળતા તેમના આધ્યાત્મિક વારસદારોએ એ જવાબદારી નિભાવી..' 'પણ આ મંદિર તો ત્રણેક વખત મુસ્લિમ આક્રમણકારીઓનો ભોગ બન્યું છે...' ત્વરિતે પૂછ્યું.