64 સમરહિલ - 51

(424.5k)
  • 13.9k
  • 10
  • 10k

વહેલી સવારે આકાશમાં ભળભાંખળું થઈ રહ્યું હતું ત્યારે ખેતરના નિર્જન સૂનકારાને ઢંઢોળતી ચહલપહલ શરૃ થઈ હતી. ઝાંખાપાંખા ઉજાસ વચ્ચે દબાયેલા પગલે હરફર કરતો એક આદમી વેનિટી વાનમાં સામાન ગોઠવી રહ્યો હતો. ત્રણ કમ્પાર્ટમેન્ટમાં મોડીફાઈ કરેલી ટેમ્પો ટ્રાવેલર વાનના છેલ્લા કમ્પાર્ટમેન્ટમાં ત્રણ વિશાળ સોફાચેર, ફ્રિઝ, સેટેલાઈટ ટીવી. તેની પાછળ સામાન મૂકવાના ત્રણેક ફૂટ પહોળા બે શેલ્ટર. વચ્ચેના કમ્પાર્ટમેન્ટમાં આરામદાયક કુશન મઢેલા બે રેક્લાઈનર સોફા, ડ્રાઈવર કેબિનની બાજુમાં વધુ એક રેક્લાઈનર ચેર. તેની પાસે ડબલ સ્ટૂલ સાઈઝનું કિચન પ્લેટફોર્મ.