સવારે જશદાબેન જેવા બેઠકખંડમાં આવ્યા એવી એમની નજર સોફામાં ઊંઘી રહેલા મુરલી પર પડી હતી. એના શરીર ઉપર ક્રિષ્નાની ચાદર ઓઢેલી જોતા જ જશોદાબેનને ગુસ્સો આવી ગયો. એમણે ક્રિષ્નાને ના કહેલી રાતે જાગવાની, એમના જોતા જ એ એના રૂમમાં ગયેલી તો પછી આ ચાદર અહીં કેવી રીતે આવી રાતના ક્રિષ્ના આને મળવા અહી આવી હશે કે પછી આવો આ જ એના રૂમમાં ગયો હશે અને ઠંડીનું બહાનું કરી આ ચાદર લેતો આવ્યો હશે તરબુજ ચાકૂ પર પડે કે, ચાકૂ તરબુજ પર શું ફરક પડે! કપાવાનું તો તરબુજ જ છે! કેમ કરી સમજાવું આ નાદાન છોકરી ને!એ ક્રિષ્નાને જગાડવા એના રૂમમાં ગયા ત્યારે