હું રાહી તું રાહ મારી.. - 9

(59)
  • 4.4k
  • 4
  • 2.9k

જમવાનું પૂરું કરી રાહી અને શિવમ બંને પોતપોતાના ઘર તરફ વળે છે. રાહી ઘરે આવે છે તો તેના મમ્મી પપ્પા રોજની માફક સાથે બેસીને વાતો કરી રહ્યા છે. રાહી પણ તેઓની સાથે જોડાય છે. “ આજ અચાનક બહાર જમવાનો પ્રોગ્રામ કેમ બની ગયો બેટા?” વીણાબહેન. “ મારો એક મિત્ર બહારથી રહેવા માટે આવ્યો છે. તેને ઘરે જ રસોઈ બનાવતા ફાવે છે. તો તેને જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે મને મદદ માટે આવવા કહ્યું. પછી થોડું મોડુ થઈ ગયું હતું તો બહાર જ જમી લીધું.” રાહી. “ ઓહહ.. સારી વાત છે કોઈ છોકરો જાતે