અંતે પ્રેમ તો થઈ જ ગયો

(21)
  • 2.2k
  • 2
  • 928

તેરે બિના જિંદગી સે કોઈ શિકવા તો નહિ, .............. ૯૨.૩ એફ એમ પર ગીત વાગતું હતું , ને “ઋજુતા”સુનમુન બેઠી હતી, “ઋજુતા”આવી જ રસ વગર ન હતી, તે તો ઝરણા ના વહેતા પાણી જેવી જ હતી, “ઋજુતા”ખુબ શોખીન ને ઉત્સાહ ને ઉન્માદ થી ભરેલ હતી, “ઋજુતા”નરમ હતી, પણ તેના સ્વભાવ માં પણ ભરતી ને ઓટની જેમ ઉતાર ચડાવ રહેતા હતા, “ઋજુતા”ખળખળ વહેતું ઝરણુ હતી તો કોઈ વખત પથ્થરો થી ટકરાઈ પાછુ આવી શકે તેવું મોજું પણ હતી , “ઋજુતા”આજે પહેલા જેવી ન હતી, તે બદલાઈ ગઈ હતી, ભલે તેની રહેણીકરણી કે જીવન નહોતું બદલાયું પણ અદંર ની “ઋજુતા”બદલાઈ ગઈ હતી,