ધરતીનું ઋણ - 3 - 2

(35)
  • 2.5k
  • 9
  • 988

સતત અડધા કલાક ચાલ્યા પછી અનવર હુસેન એક પથ્થર પર બેસી ગયો. ત્યાં બાવળાનું એક મોટું વૃક્ષ હતું. તેની નીચેની જગ્યા એકદમ સપાટ હતી. ત્યાં બે-ત્રણ મોટા પથ્થર પડેલા હતા. ‘હાશ...હવે તો આપણી મંજિલ ગઇ ને...!’ એક પથ્થર પર બેસતાં ચોથો પાર્ટનર બોલ્યો અને બંને હાથેથી પોતાના દુ:ખતા પગને દબાવવા લાગ્યો. ‘હા, દોસ્ત હવે મંજિલ બહુ દૂર નથી.’ ‘એટલે...હજી આપણે ચાલવાનું છે એ જ કહેવાનો તારો ઇરાદો હોય તો સાંભળી લે, હવે મારાથી એક ડગલુંય આગળ ભરાય તેમ નથી.’ ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢી એક સિગારેટ મોંમાં દબાવી બીજી સિગારેટ અનવર હુસેનને આપતાં ચોથો પાર્ટનર બોલ્યો.