સપના અળવીતરાં - ૩૮

(45)
  • 2.6k
  • 7
  • 1k

"એ વરૂણ છે... સમીરા નો દીકરો.... તારો દીકરો... "વરૂણ અનાયાસે જ એ માસુમ ચહેરા માં પોતાની ઝલક શોધવા મથી રહ્યો. ત્યા ફરી દાદાનો અવાજ સંભળાયો. "હા, તારો દીકરો. અને એ જ સબૂત છે કે સમીરા હજુ તને ભૂલી નથી. અથવા તો એમ સમજ કે એ તને ભૂલવા માંગતી જ નથી. એટલે તો દીકરા નુ નામ પણ એજ રાખ્યું... વરૂણ. "અનાયાસે જ વરૂણ ની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. પાંપણ પટપટાવી વરૂણે એ ભીનાશ પાછી આંખમાંજ સમાવી દીધી. તેનુ મગજ હવે બમણા જોરથી વિચારવા માંડ્યું હતું. મારો ભુતકાળ મને જ જણાવી ને દાદા કરવા શું ઇચ્છે છે? એમ વિચારી તેણે હવે દાદા પાસેથી