વન્સ અપોન અ ટાઈમ - 41

(185)
  • 9k
  • 15
  • 6.6k

‘આ દરમિયાન દાઉદને બીજો પણ એક ભારે ફટકો પડ્યો. મુંબઈમાં દાઉદ ગેંગની ધાક જમાવવામાં મહત્વનો રોલ કરનાર શાર્પ શૂટર મહેન્દ્ર ડોળસ ઉર્ફે માયા મુંબઈ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો. માયા ડોળસ સામે મુંબઈમાં એક ડઝન મર્ડર કેસ નોંધાયા હતા. માયા ડોળસની ધરપકડ કરીને મુંબઈ પોલીસે એને ઔરંગાબાદની જેલમાં મોકલી આપ્યો. માયા ડોળસની ધરપકડને કારણે અરુણ ગવળીની છાવણીમાં ઉત્સાહ ફેલાયો. માયા ડોળસ મુંબઈમાં અરુણ ગવળીના ગુંડાઓ સહિત કુલ ૧૨ વ્યક્તિઓના મર્ડર કરી ચૂક્યો હતો.