અતુટ દોર નુ અનોખું બંધન -29

(72)
  • 3k
  • 5
  • 1.6k

બધા શ્લોકની સામે જોઈ રહે છે એટલે શ્લોક કહે છે નિહાર ની સામે જોઈને,જીજાજી આ બધી ખુશીમા ભુલી ગયા કે તમારા હજુ પેલા તમારા સાસુ, સસરા અને સાળાજીને એમની જગ્યાએ પહોચાડવાના છે. નિસર્ગ : હા શ્લોક ની વાત સાચી છે. એ લોકોને આ વસ્તુની ખબર પડશે તો વિશ્વા અને આપણા કોઈનો પણ જીવ જોખમ માં મુકાઈ શકે છે. કારણ કે મારી સાથે જે પણ થયુ હતુ એના પછી મને ખબર છે એ લોકો બહુ ખતરનાક છે. પૈસા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. સાચી : જે એક માસુમ છોકરી પાસે આવો ધંધો કરાવી શકે એ કંઈ પણ કરી