'તો ઐસી બાત હૈ છપ્પન બાદશાહ...' અચાનક તેણે લેપટોપમાંથી નજર ઊંચકીને કહ્યું એથી છપ્પન ચોંકી ગયો પણ અડધેથી વાત માંડવાની તેની આદત આટલા સમયમાં છપ્પને નોંધી લીધી હતી. એ કશો જ હોંકારો ભણ્યા વગર તેને જોતો રહ્યો. તેણે એક પુસ્તક ઊઠાવ્યું, સંભાળપૂર્વક વચ્ચે આંગળી મૂકી અને છપ્પન તરફ આગળ વધ્યો. 'જો આ મૂર્તિ...' તેણે છપ્પનની સામે પાનું ધર્યું. અત્યંત જર્જરિત પાનામાં છપાયેલી એટલી જ ઝાંખી તસવીર ભણી છપ્પને જોયું અને તે જરાક ચોંક્યો. અત્યાર સુધી ઊઠાવેલી તમામ મૂર્તિઓ કરતાં આ મૂર્તિ અનોખી હતી.