64 સમરહિલ - 42

(163)
  • 8.5k
  • 11
  • 4.4k

હોસ્પિટલમાં રાત્રે સાડા અગિયાર વાગ્યે: ઝુઝારે કઢંગી રીતે આળસ મરડી અને પછી ઘડિયાળમાં જોયું. દિવસ આખો તેના ભાગે ખાસ કંઈ કરવાનું આવ્યું ન હતું. ત્વરિતનો કબજો મેળવ્યા પછી રાઘવ સતત પરિહાર સાથે ગુફતગુમાં વ્યસ્ત રહ્યો હતો પણ એ બધો વખત ઝુઝારે બીએસએફના આદમીઓ પાસે કરામત વાપરીને ખુબરાના જંગની વિગતો મેળવી લીધી હતી.