ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 14

(157)
  • 11.6k
  • 17
  • 6.9k

ડો. ભટ્ટ અમરેલીનો વતની. ડો. જાડેજા જામનગર જીલ્લાનો રાજપૂત યુવાન. અને ડો. પડેલ ચરોતરના ગામડાનો ખેડૂતપુત્ર. ત્રેયની વચ્ચે સ્વભાવનું કોઇ સામ્ય નહીં. જન્મથી મળેલો ઉછેર જુદો. વારસાગત સંસ્કારો ભિન્ન. જ્ઞાતિગત લક્ષણો પણ અલગ. જો સામ્ય હોય તો બે જ વાતનું. એક, આ ત્રણેય જણાં જિંદગીના ચોક્કસ સમયખંડમાં અમદાવાદની મ્યુનિસિપલ હોસ્પિટલમાં એક સાથે, એક સમયે કેઝ્યુઅલ્ટી વિભાગમાં ફરજ બજાવવા માટે ભેગા થઇ ગયા. બીજું સામ્ય સાવ સ્વાભાવિક હતું એ ત્રણેય જણાં એમ.બી.બી.એસ. પૂરુ કરીને આગળનો અભ્યાસ એટલે કે પોસ્ટગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. ત્રણેયની વય બાવીસ, ચોવીસ અને પચીસ વર્ષની અનુક્રમે હતી.